સરદાર ચોક નજીક આગથી અફરાતફરી; ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ પરિસ્થિતિ કાબૂમાં લીધી
સુરત: શહેરના સરથાણા યોગીચોક વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સરદાર ચોક નજીક આવેલા ઘરવખરીના સામાનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં થોડા જ સમયમાં સમગ્ર ગોડાઉન ધુમાડા અને જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગને કારણે ગોડાઉનમાં રાખેલો ઘરવખરીનો મોટો જથ્થો બળી જતાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી આગ પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
Post Views: 0











