હિમાચલના ચંબામાં ગમખ્વાર અકસ્માત: કાર ખાઈમાં ખાબકતાં એક જ પરિવારના પાંચના કરુણ મોત

સારવાર કરાવી પરત ફરી રહેલા પરિવાર પર આફત; માસૂમ બાળક સહિત પાંચેયના ઘટનાસ્થળે જ મોત, વરસાદે બચાવ કામગીરી મુશ્કેલ બનાવી

ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પઠાનકોટ-ભરમોર નેશનલ હાઇવે પર લાહાડ ગામ નજીક મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત થયા છે. મૃતકોમાં એક માસૂમ બાળક, બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રાથમિક માહિતી મુજબ પરિવાર ચંડીગઢથી બાળકની સારવાર કરાવી પોતાના વતન પરત ફરી રહ્યો હતો, ત્યારે કાર અચાનક બેકાબૂ બની ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તમામ પાંચેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. જોકે, સતત વરસતા વરસાદ અને પહાડી માર્ગોની મુશ્કેલ પરિસ્થિતિને કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધો ઉભા થયા હતા. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE