ગાંદરબાલના ગુંડ વિસ્તારમાં સર્જાયો અકસ્માત; પોલીસ, ITBP અને સ્થાનિકોએ તમામ યાત્રીઓને સલામત બહાર કાઢ્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો છે. ગાંદરબાલ જિલ્લાના ગુંડ નજીક હરિગનીવાન વિસ્તારમાં યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ તીવ્ર વળાંક પર કાબૂ ગુમાવી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 30થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ, પ્રશાસન, ITBPના જવાનો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સંયુક્ત બચાવ અભિયાન ચલાવી બસમાં ફસાયેલા તમામ યાત્રીઓને બહાર કાઢી પ્રાથમિક સારવાર બાદ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રશાસને ઘાયલ યાત્રીઓની સારવાર પર સતત નજર રાખી છે, જ્યારે પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઘટના બાદ યાત્રામાર્ગ પર સુરક્ષા અને બચાવ વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
Post Views: 0











