સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય: 1થી 3 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી

31 જુલાઈથી ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની શરૂઆત; બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનની અસરથી 7 જિલ્લામાં ઓરેન્જ, 18 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદ બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ આ વિરામ ટૂંકા સમયનો રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ 31 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, જ્યારે 1થી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપકથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની અસર હેઠળ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદી પ્રવૃત્તિ ફરી તેજ બનશે.

આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધિકારી અતુલકુમાર સિંહના જણાવ્યા મુજબ મોન્સૂન ટ્રફ ઉત્તર તરફ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE