ભાવનગરના ચકચારી નકલી દારૂ અને ઝેરી કેમિકલ કાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને વધુ એક મહત્વની સફળતા મળી છે. ઝેરી મિથેલીન કેમિકલ સપ્લાય કરવાના આરોપી મનજીતસિંઘ સૈનીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. SMCએ વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી આપ્યો છે.
દિલ્હીથી ઝડપી પાડ્યો હતો આરોપી
તપાસ દરમિયાન નકલી દારૂ બનાવવા માટે વપરાયેલા ઝેરી કેમિકલની સપ્લાય ચેઇનમાં મનજીતસિંઘ સૈનીની સંડોવણી સામે આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે SMCની ટીમે દિલ્હીમાંથી તેને ઝડપી પાડી ભાવનગર લાવી તપાસ હાથ ધરી હતી.
પૂછપરછ પૂર્ણ થતાં જેલ હવાલે
પોલીસ કસ્ટડી દરમિયાન મનજીતસિંઘની પૂછપરછ કરી કેમિકલ ક્યાંથી મેળવ્યું અને કોને સપ્લાય કર્યું સહિતની મહત્વની વિગતો મેળવવામાં આવી હતી. તપાસ માટે વધુ કસ્ટડીની જરૂર ન હોવાથી SMCએ રિમાન્ડ લંબાવવાની માંગ કરી નહોતી.
કેસમાં અત્યાર સુધી 39 આરોપી ઝડપાયા
ભાવનગર નકલી દારૂકાંડમાં સ્થાનિક બુટલેગરોથી લઈને આંતરરાજ્ય કેમિકલ સપ્લાયર્સ સુધીની મોટી સાંકળ સામે આવી છે. અત્યાર સુધીમાં કુલ 39 આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે.
Post Views: 9











