ગુજરાતમાં સગીરાઓ સામેના ગુનાઓમાં ઝડપી તપાસ અને કડક ન્યાયની નીતિ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં POCSO કેસોમાં નોંધપાત્ર કાર્યવાહી થઈ છે. વર્ષ 2022થી ઓગસ્ટ 2026 સુધીમાં 1,785 કેસોના ચુકાદા આવ્યા, જેમાં 908 આરોપીઓને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા ફટકારાઈ છે.
ઝડપી તપાસથી વહેલો ન્યાય
POCSO કેસોમાં વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા અને ઝડપથી ચાર્જશીટ રજૂ કરવા પર ભાર મૂકાઈ રહ્યો છે. તાજેતરના કલોલ કેસમાં ચાર્જશીટના માત્ર 72 કલાકમાં આરોપીને કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
45 દિવસમાં ચાર્જશીટનું મોનિટરિંગ
પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં 45 દિવસની અંદર ચાર્જશીટ રજૂ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 140 કેસમાં 1થી 15 દિવસમાં, 1,339 કેસમાં 16થી 30 દિવસમાં અને 5,463 કેસમાં 31થી 45 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ હોવાનું જણાવાયું છે.
સરકારનો ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સગીરાઓ સામેના જાતીય ગુનાઓમાં કોઈ દયા કે છૂટછાટ નહીં આપવામાં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટ, ઝડપી તપાસ અને પોલીસ-પ્રોસિક્યુશનના સંકલન દ્વારા ગુનેગારોને કડક સજા અપાવવાનો સરકારનો અભિગમ છે.
Post Views: 10










