જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીની મતગણતરી શરૂ, ભાજપ-AAP વચ્ચે ખરાખરીનો જંગ

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી બાદ આજે મતગણતરી શરૂ થઈ છે. યાર્ડની સત્તા કોના હાથમાં જશે તેના પર સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળો અને ખેડૂત આલમની નજર છે.

16માંથી 6 બેઠકો બિનહરીફ

યાર્ડની કુલ 16 બેઠકોમાંથી વેપારી વિભાગની 4 અને સહકારી મંડળીની 2 બેઠકો બિનહરીફ થઈ છે. હવે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે થયેલા મતદાનના પરિણામ જાહેર થશે.

39 રાઉન્ડમાં થશે મતગણતરી

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે. મતગણતરી 39 રાઉન્ડમાં થશે અને દરેક રાઉન્ડમાં 25 મતો ગણવામાં આવશે. રાઉન્ડવાર પરિણામથી ઉમેદવારોની સરસાઈનું ચિત્ર સ્પષ્ટ થતું જશે.

ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર

આ ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સમર્થિત પેનલ વચ્ચે સીધો મુકાબલો છે. મતગણતરી કેન્દ્ર બહાર બંને પક્ષોના કાર્યકરો અને સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. હવે પરિણામ બાદ જ સ્પષ્ટ થશે કે જૂનાગઢ યાર્ડમાં કોનું વર્ચસ્વ સ્થાપિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE