પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો અને ગ્રામજનોમાં રાહત જોવા મળી હતી.
ગામડાઓમાં વરસાદનું જોર
રામવાવ, કુણવદર, ખાંભોદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થળોએ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને સીમ વિસ્તારમાં પણ પાણી ભરાયું હતું.
ખેડૂતોમાં ખુશી
લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાકને નુકસાન થવાની ચિંતા હતી. જોકે, હાલના વરસાદથી ખેતરોમાં ઉભા મોલને ફાયદો થવાની આશા છે. વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને પણ ગરમી અને બફારામાંથી રાહત મળી છે.
Post Views: 10










