અમદાવાદમાં ત્રણ જાણીતી સ્કૂલોને ઈમેલ મારફતે બોમ્બની ધમકી મળતાં ખળભળાટ મચ્યો છે. DPS બોપલ, ઝાયડસ સ્કૂલ અને ઉદગમ સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. તકેદારીના ભાગરૂપે સ્કૂલ પરિસર ખાલી કરાવી વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા.
સ્કૂલોમાં સઘન તપાસ
ઝાયડસ અને DPS સહિતની સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ઉદગમ સ્કૂલને પણ ધમકી મળતાં ત્યાં સુરક્ષા વધારી ચેકિંગ કરવામાં આવ્યું. એકસાથે અનેક સ્કૂલોને ધમકી મળતાં વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.
ગાંધીનગર કોર્ટને પણ ધમકી
આ તરફ ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના ઈ-મેઈલ પર પણ બોમ્બની ધમકી મળી હતી. મેસેજ મળ્યા બાદ કોર્ટ પરિસર ખાલી કરાવી પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ ઈમેલના સ્ત્રોત સહિતની વિગતોની તપાસ કરી રહી છે.
Post Views: 10










