અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વચ્ચે રામોલ પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બસમાં સવાર એક શખ્સ પાસેથી 843 ગ્રામ 610 મિલિગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ₹25.30 લાખ હોવાનું સામે આવ્યું છે.
બેગમાંથી મળી આવ્યો ડ્રગ્સનો જથ્થો
ચોક્કસ બાતમીના આધારે રામોલ પોલીસની ટીમે એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી વડોદરા તરફથી આવતી ખાનગી બસને અટકાવી હતી. તપાસ દરમિયાન બસમાં સવાર મધ્યપ્રદેશના રિઝવાન મન્સૂરીની બેગમાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ સહિતનો સામાન કબજે કર્યો છે.
અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો જથ્થો
પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ જથ્થો મધ્યપ્રદેશ અથવા વડોદરાથી લાવી અમદાવાદમાં સ્થાનિક ડ્રગ્સ પેડલરોને આપવાનો હતો તેવી માહિતી સામે આવી છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
સપ્લાયર અને પેડલરો સુધી પહોંચવા તપાસ
પોલીસ હવે ડ્રગ્સનો જથ્થો આરોપીને કોણે આપ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તેની તપાસ કરી રહી છે. સમગ્ર નેટવર્કના અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે
Post Views: 9











