કમલમમાં આજે ભાજપનું મનોમંથન: અમિત શાહની હાજરીમાં રાજ્યસભા ઉમેદવારો પર ચર્ચા

અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં આજે ગુજરાત ભાજપના હેડક્વાર્ટર Bharatiya Janata Partyના શ્રી કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. સાંજે યોજાનારી આ બેઠકમાં રાજ્યસભાની આવનારી ચૂંટણીને લઈને ઉમેદવારોના નામો પર મનોમંથન થવાનું છે. સાથે જ Government of Indiaની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં યોજાનારા કાર્યક્રમોને પણ આખરી ઓપ આપવામાં આવશે.

ગુજરાતમાંથી 8 જૂને રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાનાર હોવાથી ભાજપ સંગઠન અત્યારથી સક્રિય બન્યું છે. પાર્ટી દ્વારા રાજ્યસભામાં કોને મોકલવા તે મુદ્દે ગંભીર વિચારણા શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે આજે કમલમ ખાતે યોજાનારી બેઠક રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન રાજ્યસભા ચૂંટણીની વ્યૂહરચના, સંભવિત ઉમેદવારોની પસંદગી તેમજ સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ચર્ચા થશે. ભાજપ તરફથી દિલ્હીના દરબારમાં મોકલવામાં આવનારા સંભવિત ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ આ યાદી અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલાશે.

આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓ, સંગઠનના હોદ્દેદારો અને ચૂંટણી વ્યવસ્થાપન સાથે જોડાયેલા અગ્રણીઓ હાજર રહે તેવી શક્યતા છે. રાજ્યસભાની ચૂંટણી સાથે મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમોને લઈને પણ વિશેષ આયોજન તૈયાર કરવામાં આવશે. જેમાં રાજ્યવ્યાપી જનસંપર્ક અભિયાન, વિકાસ કાર્યોના પ્રદર્શન અને વિવિધ જાહેર કાર્યક્રમોનો સમાવેશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

Leave a Comment

READ MORE

READ MORE