કર્ણાટકના રાજકારણમાં એક બહુ મોટો ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલાં તેમણે બેંગલુરુમાં પોતાના મંત્રીમંડળ સાથે એક છેલ્લી બેઠક યોજી હતી, જેમાં તેઓ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.
‘કોઈ અંગત અદાવત નહોતી…’ : છેલ્લી બેઠકમાં દિલ ખોલીને બોલ્યા સિદ્ધારમૈયા
આ છેલ્લી કેબિનેટ બેઠક દરમિયાન સિદ્ધારમૈયાએ પોતાના સાથી મંત્રીઓ સમક્ષ દિલ ખોલીને મનની વાત રજૂ કરી હતી. તેમણે પોતાના સહયોગીઓને સંબોધતાં કહ્યું:
“છેલ્લા 20 વર્ષોમાં હું ક્યારેક તમારા પર વઢ્યો છું અને ગુસ્સે પણ થયો છું. પરંતુ આ બધું મેં માત્ર પાર્ટી અને સરકારના હિત માટે જ કર્યું હતું, તેમાં મારો કોઈ અંગત સ્વાર્થ કે અદાવત નહોતી. તેથી આ વાતોને દિલ પર ન લેતાં અને ભૂલી જજો. આ તમામ વર્ષોમાં તમે મને જે સાથ-સહકાર આપ્યો છે. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.”
હાઇકમાનના આદેશનું પાલન કર્યું
રાજીનામું આપ્યા બાદ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, તેમણે લોક ભવનમાં કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે.
તેમણે ઉમેર્યું કે:
-
રાજ્યપાલની ગેરહાજરી: રાજ્યપાલ હાલમાં ત્યાં હાજર નથી અને તેઓ આજે રાત્રે પરત ફરવાના હોવાથી રાજીનામું તેમના કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવ્યું છે.
-
હાઇકમાનનો આદેશ: “મેં અગાઉ પણ ઘણી વખત કહ્યું હતું કે જ્યારે પણ હાઇકમાન મને પદ છોડવા માટે કહેશે, ત્યારે હું રાજીનામું આપી દઈશ. બરાબર એ જ રીતે, બે દિવસ પહેલાં હાઇકમાન તરફથી મને પદ છોડવાનો આદેશ મળ્યો હતો અને મેં તેમને આજે રાજીનામું આપી દેવાની ખાતરી આપી હતી, જે મુજબ મેં મારું રાજીનામું આપી દીધું છે.
Post Views: 52










