રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા પેટ્રોલ-ડિઝલની અછતને પગલે સંગ્રહખોરી, ભેળસેળ અને ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ટીમે ગોંડલ તથા શાપર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાયોડિઝલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મિયાત્રા, શ્રી સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા માનવ સૂત્રો અને ટેકનિકલ વર્કઆઉટના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન PSI શ્રી બી.સી. મિયાત્રા તથા સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, અતુલભાઇ ડાભી, શિવરાજસિંહ ઝાલા, દિવ્યેરભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, દિલીપસિંહ સીંધવ અને ફતેસંગ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલ સીટી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલા સુર્યદીપ વેરહાઉસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન ટાટા ટેન્કર નં. GJ-12-BY-1139 માંથી આશરે 35 હજાર લીટર તથા અશોક લેલેન્ડ ટેન્કર નં. GJ-35-T-3423 માંથી આશરે 10 હજાર લીટર જવલનશીલ પેટ્રોલિયમ વાસ ધરાવતું શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું હતું.
ત્યારે બીજી તરફ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરાયેલા ટાટા ટેન્કર નં. GJ-12-BZ-1188 માંથી આશરે 34 હજાર લીટર પીળાશ-લીલાશ પડતા રંગનું જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી ઝડપાયું હતું.
આ કાર્યવાહી દરમિયાન ત્રણેય ડ્રાઇવરોને ઝડપી પાડી કુલ 75 હજાર લીટર શંકાસ્પદ બાયોડિઝલ, ત્રણ ટ્રક-ટેન્કર તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.1,69,80,000 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મુદ્દામાલ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા શાપર (વે.) પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
Post Views: 30










