ઝીલિયાકાંડ: ચાણસ્મા PI સહિત 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જાણો શું છે આખો મામલો

પાટણના ઝીલિયા ગામે મંદિરના ફાળાના મનદુઃખમાં ભાવેશ રબારીના ઘર અને પોલીસ વાન પર થયેલા હિંસક હુમલા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી..ફરજમાં બેદરકારી બદલ ચાણસ્મા પી.આઈ. આર.એચ.સોલંકી સહિત 8 પોલીસકર્મીઓ અને 5 જી.આર.ડી. જવાનોને સસ્પેન્ડ કરાયા છે.સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર મામલો શું છે?

મંદિર ફાળા અને વહીવટનો વિવાદ:

ઝીલિયા ગામે નિર્માણ પામી રહેલા રામાપીરના નવીન મંદિર માટે મોટા પાયે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો હતો. આ મુદ્દે બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો:

ફાળાની ઉઘરાણી: મંદિર માટે કોણે ફાળો ઉઘરાવવો અને કેટલા પૈસાનો હિસાબ ક્યાં રાખવો, તે બાબતે ભાવેશ રબારી અને જીતુભા (જીતુસિંહ વાઘેલા) વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી. બે જૂથો સામસામે આવી જતાં તીક્ષ્ણ હથિયારો અને પથ્થરમારો થયો હતો..જેમાં અનેક લોકો ઘાયલ થયા હતાજ્યારે સ્થિતિ થાળે પાડવા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાન પર પણ પથ્થરમારો કર્યો હતો.

સસ્પેન્ડ કરવાનું કારણ:

  • ફરજમાં બેદરકારી: ગુપ્તચર માહિતી હોવા છતાં ગંભીરતા ન દાખવવી.

  • સ્થિતિ કાબૂમાં ન લેવી: હિંસા શરૂ થઈ ત્યારે સમયસર અને યોગ્ય કાર્યવાહી ન કરવી.

  • શિસ્તભંગ: પોલીસ વિભાગની છબી ખરડાય તેવી કામગીરી.

વર્તમાન સ્થિતિ:

અત્યારે ઝીલિયા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને SRP ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ઊંડી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હિંસામાં સામેલ અન્ય શખ્સોની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE