ધુરંધર 2′ ના એક્ટરને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી: જાણો કોણ છે ‘ઝહૂર મિસ્ત્રી’નું પાત્ર ભજવનાર કલાકાર?

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ રિલીઝ પહેલા જ વિવાદો અને ચર્ચાઓમાં ઘેરાઈ ગઈ છે…ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવનાર એક ભારતીય અભિનેતાને લોકો પાકિસ્તાની સમજીને ટ્રોલ કરી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે..

શું છે આખો મામલો?

ફિલ્મ ‘ધુરંધર 2’ ના ટ્રેલરમાં એક હાઈજેકર નજરે પડે છે…જેનું નામ ઝહૂર મિસ્ત્રી છે. ટ્રેલરમાં આ પાત્ર અભિનેતા આર. માધવનના પાત્ર સામે ભારત વિશે અત્યંત વાંધાજનક અને ખરાબ શબ્દો બોલે છે…આ નકારાત્મક ભૂમિકા એક્ટર વિવેક સિન્હાએ ભજવી છે…વિવેકની એક્ટિંગ એટલી દમદાર અને જીવંત છે કે લોકો તેને સાચો આતંકવાદી કે પાકિસ્તાની સમજી બેઠા છે.

લોકોએ સમજ્યો પાકિસ્તાની, સોશિયલ મીડિયા પર ફૂટ્યો રોષ

ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવેક સિન્હાને નિશાન બનાવી રહ્યા છે…ઘણા યુઝર્સ તેને ‘આતંકવાદી જેવો ચહેરો’ કહી રહ્યા છે તો કોઈ તેને ‘જાનથી મારી નાખવાની’ ધમકી આપી રહ્યા છે…લોકોમાં દેશભક્તિનો એવો જુવાળ ચઢ્યો છે કે તેઓ રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો તફાવત ભૂલી ગયા છે.

અભિનેતા વિવેક સિન્હાની સ્પષ્ટતા અને પ્રતિક્રિયા

આ વિવાદ વધતા વિવેક સિન્હાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની ઓળખ આપી છે…વિવેકે વીડિયોમાં જણાવ્યું કે:

“મારું નામ વિવેક સિન્હા છે…મેં ફિલ્મનો એક ડાયલોગ શેર કર્યો હતો જેમાં હિન્દુઓ વિશે નકારાત્મક વાત હતી…તેના પર લોકોનો એટલો બધો ગુસ્સો જોવા મળ્યો કે મને આતંકવાદી ગણાવવામાં આવ્યો…પણ હું તમને જણાવી દઉં કે હું પાકિસ્તાની નથી..હું ઉત્તર પ્રદેશના બિજનૌરનો રહેવાસી છું અને હાલ મુંબઈમાં રહું છું.”

વિવેકે વધુમાં ઉમેર્યું કે, લોકો જે રીતે ગુસ્સે થયા છે…તે જોઈને તેને ખરાબ નથી લાગ્યું.. પણ આનંદ થયો છે કારણ કે આ લોકોની ભારત પ્રત્યેની સાચી દેશભક્તિ દર્શાવે છે…તેણે પોતાની એક્ટિંગને કારણે મળેલા આ ‘પ્રતિસાદ’ બદલ લોકોનો આભાર પણ માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE