“સિદ્ધુ મૂસેવાલા જેવો જ ખૌફનાક પ્લાન? ગેંગસ્ટરની ગિપ્પી ગ્રેવાલને સીધી વોર્નિંગ- ‘તારી ગણતરી ખોટી પડશે, ગોળીઓ ખૂટશે નહીં!'”

મશહૂર પંજાબી સિંગર અને અભિનેતા ગિપ્પી ગ્રેવાલને ફરી એકવાર ગેંગસ્ટરના નિશાને લેવામાં આવ્યા છે. કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરારના નામે મોકલવામાં આવેલી એક કથિત ઓડિયો ક્લિપે પંજાબના રાજકારણ અને મનોરંજન જગતમાં હડકંપ મચાવી દીધો છે.

શું છે ઓડિયોમાં? સુખબીર સિંહ બાદલે એક્સ (X) પર શેર કરેલા વોઈસ નોટમાં એક વ્યક્તિ પોતાની ઓળખ ગોલ્ડી બરાર તરીકે આપી રહ્યો છે. તે ગિપ્પી ગ્રેવાલને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહે છે કે તે તેની વાતને હળવાશમાં ન લે. જો તેને નજરઅંદાજ કરવામાં આવ્યો તો પરિણામ ગંભીર આવશે અને તે ગોળીઓ ગણી પણ નહીં શકે.

રાજકીય ગરમાવો: આ મામલે પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, “જ્યારે પંજાબના સુપરસ્ટાર્સને ખુલ્લેઆમ ધમકીઓ મળી રહી છે, ત્યારે સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. પંજાબમાં હવે કોઈ સુરક્ષિત નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો ગિપ્પી ગ્રેવાલ સાથે કોઈ પણ અપ્રિય ઘટના ઘટશે, તો તેના માટે સીધી રીતે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી જવાબદાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE