છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવાસદન ખાતે સ્થાનિક નાગરિકોની વહીવટી સુવિધામાં વધારો કરતું નૂતન જનસેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે વિધિવત રીતે સંપન્ન થયું હતું. ઉદ્ઘાટન પ્રસંગે કલેક્ટરે નવનિર્મિત કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આ કેન્દ્રના માધ્યમથી સ્થાનિક જનતાને તમામ સરકારી સેવાઓ કોઈ પણ વિલંબ વગર, ઝડપી અને સંપૂર્ણ પારદર્શક રીતે મળી રહેશે.
બોડેલી સેવાસદન ખાતે આ આધુનિક જનસેવા કેન્દ્ર શરૂ થવાથી હવે આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારોને ભારે રાહત થશે. સ્થાનિક રહીશોને પોતાના વિવિધ સરકારી દાખલા, પ્રમાણપત્રો તેમજ અન્ય વહીવટી કામકાજ માટે હવે દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે. સ્થાનિક સ્તરે જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનતા વિસ્તારના નાગરિકોમાં પણ વહીવટી તંત્રના આ નિર્ણયને લઈને ભારે ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 27











