ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવેલ છે.
આ સૂચનાના અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી (ઉના વિભાગ)ની રાહબરીમાં કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણી નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો વહેલી સવારના સમયે કોડીનાર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. પ્રફુલભાઇ જેસીંગભાઇ, પ્રદીપસિંહ હરીસિંહ, પો.હેડ કોન્સ. મુકેશભાઈ જેસીંગભાઇ, પો.કોન્સ. દોલુભાઈ મનુભાઇ તથા પો.કોન્સ. કૌશિકસિંહ અરસીભાઇ નાઓને મળેલી સંયુક્ત અને ચોક્કસ બાતમીના આધારે કોડીનાર બાયપાસ રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે ૩ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ-૬૫(એ,એ) મુજબ અલગ-અલગ ત્રણ ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે.
વિનિતભાઇ મનુભાઇ સોલંકી (ઉ.વ. ૧૯, રહે. મોટા કોળીવાડા, મહાકાલેશ્વર મંદિર પાસે, તા. ઉના)
હર્ષભાઈ મનીષભાઈ વાઢેર (ઉ.વ. ૨૭, રહે. દેલવાડા રોડ, શાસ્ત્રીનગર શેરી નં. ૦૪, તા. ઉના)
ધર્મેશભાઇ માનસીંગભાઇ પામક (ઉ.વ. ૨૧, રહે. વાસોંજ ગામ, જૂની શાળાની બાજુમાં, તા. ઉના)
ભારતીય બનાવટની વિદેશી દારૂ ‘રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી’ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૧૬ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા: ૪૧,૦૪૦/-
આ સફળ કામગીરી કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એન.વી. હરિયાણી, એ.એસ.આઇ. પ્રફુલભાઇ જેસીંગભાઇ, એ.એસ.આઇ. પ્રદિપસિંહ હરિસિંહ, પો.હેડ કોન્સ. મુકેશભાઇ જેસીંગભાઇ, પો.કોન્સ. કૌશીકસિંહ અરશીભાઇ, પો.કોન્સ. દોલુભાઇ મનુભાઇ, પો.કોન્સ. રોહીતસિંહ હાજાભાઇ તથા પો.કોન્સ. પ્રવિણભાઇ વરજાંગભાઇ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસની આ સરાહનીય કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે
રિપોર્ટર :શબ્બીર સેલોત, કોડીનાર
Post Views: 0