નથી આ વ્યક્તિ ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટાનો, કે નથી સૌરાષ્ટ્રના ગીર, બરડો અને આલેચ વિસ્તારનો… છતાં સરકારી કાગળ પર રાતોરાત બની ગયો “આદિવાસી”!
વાહ રે સરકારી સિસ્ટમ વાહ! જ્યાં વિજ્ઞાન અને કુદરતના નિયમો પણ ટૂંકા પડે એવી અદ્ભુત લીલા જોવા મળી રહી છે. સામાન્ય રીતે જ્ઞાતિ લોહીથી અને જન્મથી નક્કી થતી હોય છે, પણ અહીં તો “લાભ” અને “લોભ” જોઈને જ્ઞાતિ બદલાઈ ગઈ હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.
જુઓ આ “ચમત્કારિક” કિસ્સો:
એક જ પિતાના બે સગા ભાઈઓ, બે અલગ-અલગ અનામત કેટેગરીનો લાભ લઈને સરકારી નોકરીઓ મેળવી ચૂક્યા છે.
મોટો ભાઈ: હરેશ રેવાભાઈ સરસૈયા (રેવન્યુ તલાટી)
વર્ષ: ૨૦૧૫-૧૬ની ભરતી
કેટેગરી: SEBC (OBC) ક્વોટામાં સિલેક્શન
નાનો ભાઈ: નવઘણ રેવાભાઈ સરસૈયા (જુનિયર ક્લાર્ક, AMC – જાહેરાત ક્રમાંક:-૨૭/૨૦૨૩-૨૪)
કેટેગરી: સીધા ST (આદિવાસી) કેટેગરીમાં સિલેક્શન!
સવાલ એ થાય છે કે… જો પિતા એક જ હોય, તો એક દીકરો OBC અને બીજો દીકરો ST કઈ રીતે હોઈ શકે? શું આ સિસ્ટમની આંખ આડા કાન કરવાની નીતિ છે કે પછી કોઈ મોટું કૌભાંડ?
ખરા અર્થમાં હકદાર એવા આદિવાસી યુવાનોના હક પર ત્રાપ મારતી આ સિસ્ટમ સામે હવે હસવું કે રડવું, તે નક્કી તમારે કરવાનું છે! આ કિસ્સો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને તપાસની માંગ ઉઠી રહી છે.
Post Views: 0











