વાપીમાં રખડતા ઢોર સામે મનપાનું કડક વલણ, પશુઓ માટે લાયસન્સ-ટેગિંગ ફરજિયાત

વાપી શહેરમાં રખડતા ઢોરના વધતા ત્રાસ અને અકસ્માતોની ઘટનાઓને પગલે મનપા પ્રશાસન હરકતમાં આવ્યું છે. હવે પશુમાલિકોએ પોતાના પશુઓનું ફરજિયાત લાયસન્સ, નોંધણી અને ટેગિંગ કરાવવું પડશે.

જાહેર માર્ગો પર પશુઓ રખડતા મૂકવા પર પ્રતિબંધ

વાપી મનપાના કમિશનરે પશુમાલિકો સાથે બેઠક યોજી નિયમો અંગે સૂચનાઓ આપી હતી. પશુઓને જાહેર રસ્તા, ફૂટપાથ અને બજાર વિસ્તારોમાં રખડતા ન મૂકવા તેમજ યોગ્ય રીતે બાંધીને રાખવા જણાવાયું છે. ટેગિંગથી પશુ અને તેના માલિકની ઓળખ સરળતાથી થઈ શકશે.

નિયમ તોડનાર સામે કાર્યવાહી

રખડતા પશુઓના કારણે ટ્રાફિકને અડચણ અને અકસ્માતનું જોખમ વધતું હોવાથી મનપાએ કડક વલણ અપનાવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પશુમાલિકો સામે પ્રતિબંધાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE