AC સાથે પંખો ચલાવવાથી વીજળીનું બિલ વધે છે કે ઘટે છે? જાણો શું કહે છે વિજ્ઞાન

ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી (AC) નો વપરાશ હવે લક્ઝરીને બદલે જરૂરિયાત બની ગયો છે. પરંતુ તેની સાથે આવતું મસમોટું લાઈટ બિલ મધ્યમ વર્ગ માટે હંમેશા ચિંતાનો વિષય રહે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે એસી ચાલુ હોય ત્યારે પંખો ચલાવવાથી વીજળીનો વપરાશ વધે છે. પરંતુ વાસ્તવમાં વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે. નિષ્ણાતોના મતે, એસીની સાથે પંખો ચલાવવો એ વીજળી બચાવવા માટેની સૌથી અસરકારક અને સ્માર્ટ ટેકનિક છે.

એસી સાથે પંખો ચલાવવાનો સૌથી મોટો ફાયદો ‘એર સર્ક્યુલેશન’ છે. એસીમાંથી નીકળતી ઠંડી હવા ભારે હોવાથી તે રૂમમાં નીચેની તરફ જમા થાય છે. જ્યારે છતનો પંખો આ ઠંડી હવાને આખા રૂમમાં સમાન રીતે ફેલાવવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાને કારણે રૂમનો ખૂણેખૂણો ઝડપથી ઠંડો થાય છે અને એસીને રૂમ ઠંડો કરવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. જો તમે એસીને 24 કે 26 ડિગ્રી પર સેટ કરીને મીડિયમ સ્પીડમાં પંખો ચલાવો, તો તમને 20 કે 22 ડિગ્રી જેવી જ શીતળતાનો અનુભવ થાય છે.

આ પણ વાંચો…

પંજાબમાં ખળભળાટ: CM ઓફિસ અને BJP હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ સ્માર્ટ સેટિંગથી આર્થિક ફાયદો પણ ઘણો મોટો છે. આંકડાકીય રીતે જોઈએ તો, એસીના તાપમાનમાં દર 1 ડિગ્રીના વધારા સાથે અંદાજે 6 ટકા વીજળીની બચત થાય છે. આમ, જો તમે એસીનું તાપમાન થોડું ઊંચું રાખીને પંખાનો સાથ લો છો, તો મહિનાના કુલ લાઈટ બિલમાં 15 થી 20 ટકા સુધીનો ધરખમ ઘટાડો શક્ય છે. આ ઉપરાંત, રૂમ ઝડપથી ઠંડો થવાને કારણે એસીના કોમ્પ્રેસર પર લોડ ઓછો આવે છે. જે લાંબા ગાળે એસીની આવરદા (લાઈફ) વધારે છે અને મેન્ટેનન્સના ખર્ચમાં પણ રાહત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE