રાજકોટ: ભક્તિનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી ચેકિંગ દરમિયાન વેરાવળના એક વેપારી પાસેથી અંદાજે ₹59.27 લાખની કિંમતની સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ વેપારી પાસેથી ₹34 લાખનું સોનું, ₹4.50 લાખની ચાંદી અને ₹14.95 લાખની રોકડ રકમ સહિત કુલ ₹59.27 લાખની મત્તા મળી આવી હતી.
તપાસ દરમિયાન વેપારી પાસે જપ્ત કરાયેલી કિંમતી મત્તા અંગેના બિલ, માલિકી કે પરિવહન સંબંધિત આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા, જેના પગલે રેલવે પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ મત્તાના સ્ત્રોત અને માલિકી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Post Views: 0










