મથુરા: યમુના એક્સપ્રેસવે પર માઇલસ્ટોન 112 નજીક વોલ્વો બસ અને ટ્રેલર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં ચાર લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે 20થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે બસને ભારે નુકસાન પહોંચ્યું હતું. મૃતકોની ઓળખ કરવાની તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માત બાદ યમુના એક્સપ્રેસવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસે ટ્રાફિકને સામાન્ય બનાવવા અને ઘટનાસ્થળેથી નુકસાનગ્રસ્ત વાહનો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
Post Views: 0










