ડોલવણ મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર ₹25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

તાપી: ડોલવણ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર (મહેસૂલ) પાર્થેશ કટારાને ₹25 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, જમીનને જરાયતમાંથી બાગાયત તરીકે તબદિલ કરવાની કાર્યવાહી માટે અરજદાર પાસેથી ₹25 હજારની લાંચની માંગ કરવામાં આવી હતી.

ફરિયાદના આધારે ACBએ નાયબ મામલતદારની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. કાર્યવાહી દરમિયાન પાર્થેશ કટારા લાંચની રકમ સ્વીકારતા જ અધિકારીઓએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

ACBએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. લાંચ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE