ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું સક્રિય બનતા આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
વરસાદના આંકડા મુજબ નવસારીમાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ અમરેલીના સાવરકુંડલામાં 3.11 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
વરસાદના કારણે ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધુ સક્રિય રહેવાની સંભાવના છે.
Post Views: 0










