દક્ષિણ એશિયાના રાજકીય ફલક પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તીસ્તા નદીનો વિવાદ લાંબા સમયથી કેન્દ્રસ્થાને રહ્યો છે. જોકે, તાજેતરના ઘટનાક્રમ મુજબ બાંગ્લાદેશ હવે આ મુદ્દે વધુ આક્રમક બન્યું છે. ગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને સ્પષ્ટ કર્યું છે કે, તેમનો દેશ હવે ભારત સાથેના કરારની અનિશ્ચિત રાહ જોવા તૈયાર નથી…ભારત તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતા હવે ઢાકાએ આ પ્રોજેક્ટ માટે ચીન સાથે ભાગીદારી કરવાની દિશામાં મક્કમ ડગલાં માંડ્યા છે.
ચીન સાથે વ્યૂહાત્મક જોડાણની તૈયારી બાંગ્લાદેશ હવે તીસ્તા રિવર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે ચીન પાસેથી આર્થિક અને ટેકનિકલ મદદ લેવાની યોજના બનાવી રહ્યું છે.વિદેશ મંત્રી રહેમાનની આગામી ચીન મુલાકાત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે આ પ્રોજેક્ટ પર ગંભીર ચર્ચા થવાની શક્યતા છે..બાંગ્લાદેશ આશા રાખી રહ્યું છે કે, ચીન આ પ્રોજેક્ટ માટે ઓછા વ્યાજે લોન અને મોટું રોકાણ પૂરું પાડશે.. જેથી ઉત્તર બાંગ્લાદેશમાં સિંચાઈ અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.
પશ્ચિમ બંગાળની રાજનીતિ અને ભારતની મજબૂરી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા કરાર અટકવાનું મુખ્ય કારણ પશ્ચિમ બંગાળ સરકારનો વિરોધ રહ્યો છે. 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિવાદ ઉકેલવા અનેક પ્રયત્નો કર્યા..પરંતુ રાજ્ય સરકારની સહમતી વગર કેન્દ્ર સરકાર કરાર કરી શકી નથી.પશ્ચિમ બંગાળમાં થયેલા તાજેતરના રાજકીય બદલાવ છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન દેખાતા બાંગ્લાદેશે હવે પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી ગણીને વૈકલ્પિક રસ્તો પસંદ કર્યો છે.
ભૌગોલિક અને રાજદ્વારી અસરો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૫૪ જેટલી નદીઓ વહે છે..પરંતુ અત્યાર સુધી માત્ર ગંગા અને કુશિયારા જેવી ગણીગાંઠી નદીઓ પર જ સમજૂતી થઈ શકી છે…તીસ્તા જેવી મહત્વની નદી પર કરાર ન થવો એ બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.જો બાંગ્લાદેશ આ પ્રોજેક્ટ ચીનને સોંપશે..તો ભારતની સરહદની અત્યંત નજીક ચીનનું વર્ચસ્વ વધશે…જે ભારત માટે સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય બની શકે છે.
ભવિષ્યનો પડકાર અને ભારતની ભૂમિકા બાંગ્લાદેશનો ચીન તરફનો વધતો ઝુકાવ દક્ષિણ એશિયામાં નવા સમીકરણો રચશે. બાંગ્લાદેશ માટે તીસ્તા પ્રોજેક્ટ માત્ર પાણીનો મુદ્દો નથી..પણ કરોડો ખેડૂતોની આજીવિકાનો પ્રશ્ન છે. જો ભારત આ વિવાદ વહેલી તકે નહીં ઉકેલે, તો પડોશી દેશ સાથેના જૂના સંબંધોમાં તિરાડ પડી શકે છે. હવે ભારત માટે આ એક મોટી કૂટનીતિક કસોટી છે કે તે કેવી રીતે બાંગ્લાદેશના વિશ્વાસને જાળવી રાખે છે અને ચીનના હસ્તક્ષેપને રોકે છે.
Post Views: 0











