IPL 2026 ફાઈનલ: ક્યાં રમાશે ફાઈનલ મેચ? ક્વોલિફાયર અને એલિમિનેટરના વેન્યુ પણ થયા નક્કી

આઈપીએલમાં અત્યારે લીગ મેચો રમાઈ રહી છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા અગાઉ જે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતુ..તેમાં લીગ પછીની મેચોની તારીખ અને સ્થળ (વેન્યુ) જણાવવામાં આવ્યા નહોતા…જેના કારણે દરેકના મનમાં સસ્પેન્સ હતું કે આઈપીએલની ફાઈનલ ક્યાં રમાશે. હવે તેની વિગતો સામે આવી ગઈ છે..સાથે જ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચો ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે..જાણવા મળ્યું છે કે,આ રેસમાંથી બેંગલુરુ બહાર ફેંકાઈ ગયું છે..હાલમાં તમામ ટીમો પોતાની મેચો જીતીને ટોપ-4માં સ્થાન મેળવવા માટે મહેનત કરી રહી છે.

24 મેના રોજ રમાશે લીગ ફેઝની છેલ્લી મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં લીગ ફેઝની છેલ્લી મેચ 24 મે ના રોજ રમાશે. તે દિવસે રવિવાર છે અને બે મેચો રમાવાની છે.પ્રથમ મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે, જ્યારે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે..આ સાથે જ લીગ ફેઝ સમાપ્ત થશે અને 10 માંથી 6 ટીમો બહાર થઈ જશે..માત્ર 4 ટીમો જ ખિતાબની રેસમાં બાકી રહેશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ

લીગ ફેઝ બાદ બે ક્વોલિફાયર, એક એલિમિનેટર અને ફાઈનલ રમાશે. અગાઉથી એવી અપેક્ષા હતી કે 31 મે ના રવિવારે આઈપીએલ ફાઈનલ યોજાશે, જેની પર હવે મહોર લાગી ગઈ છે..આ દિવસે ખબર પડશે કે કઈ ટીમ આ વખતે ચેમ્પિયન બની છે..આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ફાઈનલ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નહીં રમાય. તેની યજમાનીની તક અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આપવામાં આવી છે.

ન્યૂ ચંદીગઢ અને ધર્મશાલામાં રમાશે પ્લેઓફ મેચો

આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં થશે, પરંતુ બાકીની ત્રણ મેચો ક્યાં રમાશે તે પણ જાણી લો. આ વર્ષની પહેલી ક્વોલિફાયર ધર્મશાલામાં રમાશે. આ સિવાય ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુરમાં બીજી ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ રમાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક રાજકીય કારણોસર બેંગલુરુને પ્લેઓફની એક પણ મેચની યજમાની સોંપવામાં આવી નથી, જોકે તેની પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હવે સૌની નજર એ વાત પર છે કે કઈ 4 ટીમો પ્લેઓફમાં પહોંચશે અને કોણ વિજેતા બનશે.

IPL પ્લેઓફનું શેડ્યૂલ:

  • ક્વોલિફાયર 1: 26 મે

  • એલિમિનેટર: 27 મે

  • ક્વોલિફાયર 2: 29 મે

  • ફાઈનલ: 31 મે

આમ, IPL 2026 નો અંતિમ જંગ અમદાવાદના મેદાન પર જામશે.ક્રિકેટ રસિયાઓ માટે હવે પ્લેઓફની ટિકિટ મેળવવા અને પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે ઉત્સાહ વધી ગયો છે. ખાસ કરીને ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢ જેવા નવા વેન્યુ પર પ્લેઓફની મેચો રમાવવી એ ચાહકો માટે એક નવો અનુભવ હશે. હવે જોવાનું એ રહેશે કે કઈ ટીમ અમદાવાદના મેદાનમાં ટ્રોફી ઉપાડવામાં સફળ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE