શેરબજારમાં જોરદાર ઉછાળો: ટ્રમ્પના નિવેદન બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો કરંટ

ભારતીય શેરબજારમાં બુધવારે ટ્રેડિંગની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ હતી..જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરો પાર કરતા જોવા મળ્યા હતા..બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ અગાઉના બંધથી વધીને 77,424 પર ખુલ્યો અને જોતજોતામાં 658 પોઈન્ટના વધારા સાથે 77,675ની સપાટીએ પહોંચ્યો હતો..નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 24,171 પર ખુલીને 218 પોઈન્ટના ઉછાળા સાથે 24,250 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બજારની આ મજબૂત શરૂઆત પાછળ વૈશ્વિક બજારોમાં જોવા મળેલી તેજી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.

શેરબજારમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મધ્ય પૂર્વના તણાવ ઘટાડવા અંગેનું નિવેદન છે. ટ્રમ્પે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને મુક્ત કરવા અને અમેરિકા-ઈરાન વચ્ચે ટૂંક સમયમાં સંભવિત કરાર થવાના સંકેતો આપ્યા છે. આ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય સ્થિતિમાં સુધારાની આશાને કારણે માત્ર ભારતીય જ નહીં, પરંતુ જાપાનના નિક્કી, હોંગકોંગના હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાના કોસ્પી જેવા એશિયન બજારોમાં પણ હકારાત્મક અસર જોવા મળી હતી.

રોકાણકારોના સેન્ટિમેન્ટમાં આવેલા સુધારાને કારણે લાર્જ-કેપથી લઈને સ્મોલ-કેપ સુધીના શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી..લાર્જ-કેપ કેટેગરીમાં ઈન્ડિગો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટેક મહિન્દ્રા જેવા શેરોએ 2 થી 3 ટકાની મજબૂતી દર્શાવી હતી..જ્યારે મિડ-કેપમાં કોફોર્જ 10 ટકા જેટલો ઉછળ્યો હતો..આ ઉપરાંત યસ બેંક,પર્સિસ્ટન્ટ અને એમફેસિસ જેવા શેરોમાં પણ વધારો જોવા મળ્યો હતો..સ્મોલ-કેપ સેગમેન્ટમાં કોહાન્સ અને વોકહાર્ટ જેવી કંપનીઓએ પણ રોકાણકારોને આકર્ષ્યા હતા.

સમગ્ર રીતે જોતા, બેંકિંગ અને આઈટી સેક્ટરના શેરોમાં ખાસ ખરીદી જોવા મળી હતી, જેમાં SBI અને TCS જેવી બ્લુ-ચિપ કંપનીઓએ બજારના ગ્રોથમાં મહત્વનું યોગદાન આપ્યું છે…ટ્રમ્પના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના પુરવઠા અને સમુદ્રી માર્ગો સુરક્ષિત થવાની આશાએ ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે સકારાત્મક માહોલ તૈયાર કર્યો છે..જેનાથી બજાર ગ્રીન ઝોનમાં જળવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE