બેડમિન્ટનમાં બદલાશે પોઈન્ટ સિસ્ટમ, 21 પોઈન્ટ્સનો નિયમ થશે ખતમ; પીવી સિંધુ સહિત ભારતીય ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી

બેડમિન્ટનની રમતમાં છેલ્લા ઘણા સમયથી સ્કોરિંગ સિસ્ટમમાં ફેરફાર અંગે ચર્ચાઓ ચાલી રહી હતી..જે અંગે આખરે 25 એપ્રિલે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ પોતાનો નિર્ણય જાહેર કર્યો છે..BWF એ સ્કોરિંગ સિસ્ટમમાં ફેરફારની જાહેરાત કરતા સત્તાવાર રીતે 3×15 પોઈન્ટ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લીધો છે..અત્યારે બેડમિન્ટનમાં મુકાબલા 3×21 પોઈન્ટ્સ ફોર્મેટ હેઠળ રમાય છે. BWF ના આ નિર્ણયને લઈને પીવી સિંધુ સહિત અનેક ભારતીય ખેલાડીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે..જેઓ આ નવી સિસ્ટમથી બિલકુલ ખુશ નથી.

નવી સ્કોરિંગ સિસ્ટમ જાન્યુઆરીથી થશે લાગુ

ડેનમાર્કના હોર્સન્સમાં યોજાયેલી BWFની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન, બેડમિન્ટનમાં નવી સ્કોરિંગ સિસ્ટમ 3×15 ને અપનાવવાના પ્રસ્તાવને બે-તૃતિયાંશ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો છે..હવે આ પોઈન્ટ સિસ્ટમ આવતા વર્ષની શરૂઆતમાં 4 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.આ સાથે જ છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા 3×21 પોઈન્ટ્સ ફોર્મેટનો અંત આવશે.

આ નવી સિસ્ટમ હેઠળ હવે મેચ 21 ને બદલે 15 પોઈન્ટ્સની ત્રણ ગેમમાં રમાશે…BWF ના અધ્યક્ષ ખુનિંગ પટામા લીસ્વદત્રાકુલ આ નિર્ણયને બેડમિન્ટનના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો અને કહ્યું કે, રમતને આગામી પેઢી માટે વિકસિત થવું જરૂરી છે.

સાઈના નેહવાલ અને પીવી સિંધુએ વ્યક્ત કરી નારાજગી

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ BWFની આ નવી સ્કોરિંગ સિસ્ટમની જાહેરાત બાદ નારાજગી વ્યક્ત કરી છે.જેમાં સાઈના નેહવાલ અને પીવી સિંધુ બંનેના નામ સામેલ છે.

  • સાઈના નેહવાલ: સાઈનાએ કહ્યું કે, સુધારાની દોડમાં રમત પોતાની અસલિયત ન ગુમાવી દે.

  • વિમલ કુમાર (પૂર્વ મુખ્ય કોચ): તેમણે કહ્યું કે, “હું BWF ના સ્કોરિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાના નિર્ણયથી અત્યંત નિરાશ છું..એથી પણ વધુ ચિંતાની વાત એ છે કે,કાર્યકારી પરિષદના સભ્યોએ આનું પૂરેપૂરું સમર્થન કર્યું છે..એ જોવું દુખદ છે કે, એક એવી રમત જેને ખાસ કરીને આખા એશિયામાં આટલી શિદ્દતથી પસંદ કરવામાં આવે છે.તેને એવા કારણોસર બદલવામાં આવી રહી છે જે તેની વાસ્તવિક પડકારોનું સમાધાન નથી કરતા.”બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુએ પણ આ નવા નિયમ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.

Leave a Comment

READ MORE

READ MORE