હવામાનમાં પલટો! ગુજરાતમાં ગરમીથી મળશે રાહત, જાણો કયા રાજ્યોમાં છે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને કારણે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આજે 43 થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે.ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું છે.જોકે, હવે હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાના સંકેતો આપ્યા છે.

દેશના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ

આજે 30 એપ્રિલ 2026 ના રોજ દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

  • ઉત્તર ભારત: યુપી, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં હવામાન ખુશનુમા રહેશે, જેનાથી ગરમીમાં રાહત મળશે.

  • પૂર્વોત્તર રાજ્યો: નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે..ત્રિપુરામાં આજે અતિભારે વરસાદની આગાહી છે..સાથે જ 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

  • પહાડી વિસ્તારો: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

કરા અને ધૂળની ડમરીઓની આગાહી

ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ કરા પડી શકે છે, જ્યારે રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે આંધી આવવાની શક્યતા છે. આ ઉપરાંત:

  • બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

  • ઝારખંડમાં કરા પડવાની વિશેષ આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ભારતની સ્થિતિ

દક્ષિણ ભારતમાં પણ આજે વરસાદનું એલર્ટ છે.તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. લક્ષદ્વીપમાં વીજળી પડવાનું એલર્ટ છે. જ્યારે આંતરિક કર્ણાટકમાં કરા પડી શકે છે.

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આજથી તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ શકે છે.

  • દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં ઉકળાટ રહેશે પણ ભેજવાળા પવનોને કારણે ગરમીથી થોડી રાહત મળશે.

  • રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે.

  • તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો નોંધાશે.

  • આગામી ત્રણ દિવસ તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.

Leave a Comment

READ MORE

READ MORE