કેનેડામાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં અફરાતફરી; ખાલિસ્તાની ઝંડા સાથે તોફાની તત્વો ઘૂસી આવ્યા, સિંગર પર લગાવ્યા ગંભીર આરોપ

કેનેડાના વેનકુવરમાં આયોજિત એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન વૈશ્વિક સ્તરે જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજને અણધાર્યા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.ઓરા-2026′ નામના આ લાઈવ ઈવેન્ટમાં તે સમયે અફરાતફરી મચી ગઈ…જ્યારે કેટલાક કટ્ટરપંથી તત્વોએ કાર્યક્રમમાં ઘૂસીને શોની વચ્ચે જ વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું. આ ઘટના બાદ વિદેશી ધરતી પર ભારતીય કલાકારોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે.

વેનકુવરમાં દિલજીતના શો દરમિયાન હંગામો

સંગીત કાર્યક્રમ જ્યારે તેના પૂરા રંગમાં હતો..ત્યારે જ પ્રદર્શનકારીઓનું એક જૂથ ખાલિસ્તાની ઝંડા લહેરાવતા અચાનક વેન્યુની અંદર દાખલ થઈ ગયું. આ લોકોએ ન માત્ર ભારત વિરોધી નારા લગાવ્યા, પરંતુ દિલજીત દોસાંજને પણ નિશાન બનાવ્યા..પ્રદર્શનકારીઓએ ગાયક પર રાજકીય ઝુકાવ રાખવાનો આરોપ લગાવતા તેમને વિશેષ ભારતીય સંગઠનોના એજન્ટ ગણાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જ્યારે ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો અને સ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો..ત્યારે હંગામો કરનારા લોકો સુરક્ષા ઘેરો તોડીને તેમની સાથે ભીડાઈ ગયા…આ અથડામણને કારણે થોડા સમય માટે કોન્સર્ટમાં તણાવ પેદા થયો અને પ્રેક્ષકો ગભરાઈ ગયા હતા.જોકે, બાદમાં સુરક્ષા દળોએ ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રતિબંધિત સંગઠન સાથે સંકળાયેલા હોવાનો આરોપ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઉત્પાત પાછળ પવનદીપ સિંહ બસ્સી અને મનદીપ સિંહ રવિ નામના બે યુવકોની ઓળખ કરવામાં આવી છે.એવું કહેવાય રહ્યું છે કે, આ બંનેનો સંબંધ ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ‘ (SFJ) સાથે છે..જેનું સંચાલન આતંકવાદી જાહેર કરાયેલ ગુરપતવંત સિંહ પન્નુ કરે છે..આ કટ્ટરપંથીઓની હાજરી અને તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ એક પૂર્વયોજિત કાવતરાનો ભાગ હતો.

ભવિષ્યના કાર્યક્રમો માટે ચેતવણી જાહેર કરી

આ હંગામા પછી પણ વિરોધની આગ ઠંડી થતી દેખાઈ રહી નથી. સૂત્રોનો દાવો છે કે આ પ્રદર્શનકારીઓએ દિલજીત દોસાંજના આગામી શોમાં પણ આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની અને વિક્ષેપ પાડવાની ખુલ્લી ચેતવણી આપી છે..વેનકુવરની આ ઘટનાએ સંગીત પ્રેમીઓ અને કલાકારોમાં ચિંતા પેદા કરી છે.કારણ કે, એક સાંસ્કૃતિક મંચનો ઉપયોગ રાજકીય એજન્ડા અને કટ્ટરપંથી સૂત્રોચ્ચાર માટે કરવામાં આવ્યો. હાલમાં, આયોજકો અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ ગાયકના આગામી કાર્યક્રમો માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની યોજના બનાવી રહી છે.

Leave a Comment

READ MORE

READ MORE