કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, બંગાળમાં ગઈકાલે પ્રથમ તબક્કામાં ભારે મતદાન થયું હતું. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કોઈનો પણ જીવ ગયો નથી અને આ સુનિશ્ચિત કરવા માટે હું ચૂંટણી પંચ અને સુરક્ષા દળોનો આભાર માનું છું. હું બંગાળના તે તમામ મતદારોને અભિનંદન અને આભાર આપવા માંગુ છું જેમણે પ્રથમ તબક્કામાં પોતાના મત આપ્યા છે. તમે ડરથી વિશ્વાસ સુધીની યાત્રાની શરૂઆત આટલી સફળતાપૂર્વક કરી છે અને બીજા તબક્કાના મતદારો પણ ડરથી વિશ્વાસની આ યાત્રા ચાલુ રાખશે.
આ પણ વાંચો:
પ્રથમ તબક્કામાં ભાજપને ભારે લીડ: શાહ
અમિત શાહે કહ્યું કે પ્રથમ તબક્કામાં ભાજપને ભારે લીડ મળી છે. જેનો મને ફીડબેક મળ્યો છે. અમિત શાહે દાવો કર્યો હતો કે, ભાજપ પ્રથમ તબક્કાની 152 બેઠકોમાંથી 110 બેઠકો જીતવા જઈ રહી છે. તેમણે કહ્યું કે બીજા તબક્કાને મેળવીને અમે બહુમતીની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અમિત શાહે કહ્યું કે, બંગાળમાંથી દીદી જવાની છે. અને ભાજપ આવવાની છે. ભય જવાનો છે અને ભરોસો આવવાનો છે.
બંગાળી વ્યક્તિ જ બનશે ભાજપના સીએમ
ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે બંગાળમાં ચૂંટણી જીત્યા બાદ કોઈ બહારની વ્યક્તિ મુખ્યમંત્રી નહીં બને. ભાજપ બંગાળના સીએમ તેને જ બનાવશે જેમનો જન્મ બંગાળમાં થયો હશે. જે બંગાળી બોલતા હશે અને બંગાળ માટે જ કામ કરનારા હશે. શાહે કહ્યું કે, આ વખતે બંગાળમાં TMCની સરકાર બનવાની નથી. મમતાના ભત્રીજા ક્યારેય બંગાળના સીએમ નહીં બની શકે. તેમણે ઉમેર્યું કે તૃણમૂલ કોંગ્રેસનું સત્તામાંથી બહાર જવું નક્કી છે. ભાજપ બંગાળમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થશે
ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે, બંગાળમાં સરકાર બનતાની સાથે જ ભાજપ TMCના ભ્રષ્ટાચારની તપાસ કરાવશે. તમામ ભ્રષ્ટાચારના આરોપોની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવામાં આવશે અને દોષિતોને કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે ગુનેગારોના સિન્ડિકેટને ખતમ કરી દઈશું અને મહિલા સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.
Post Views: 158











