રાજસ્થાનમાં મોટો ફેરફાર: માઉન્ટ આબુ સહિત ૩ શહેરોના નામ બદલાયા, જાણો હવે કયા નામે ઓળખાશે આ ઐતિહાસિક નગરો

રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને પુનઃજીવિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો..27 ફેબ્રુઆરી 2026ના રોજ વિધાનસભામાં મુખ્યમંત્રીએ રાજ્યના ત્રણ પ્રખ્યાત શહેરોના નામ બદલવાની સત્તાવાર જાહેરાત કરી..

આ ફેરફારમાં વિશ્વપ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ, ધાર્મિક નગરી કામા અને ઐતિહાસિક જહાજપુરનો સમાવેશ થાય છે.

1. માઉન્ટ આબુ હવે બન્યું ‘અબુરાજ’

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન અને પર્યટકોનું મનપસંદ સ્થળ માઉન્ટ આબુ (જિલ્લો: સિરોહી) હવે અબુરાજ તરીકે ઓળખાશે…અરવલ્લીની પર્વતમાળાઓમાં વસેલા આ સ્થળનું નવું નામ તેની પ્રાચીન ઓળખ અને પૌરાણિક મહત્વને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યું છે.

2. કામાની નવી ઓળખ ‘કામવન’

ભરતપુર જિલ્લામાં આવેલું અને બ્રજ ચોરાસી કોસ પરિક્રમાનું મહત્વનું કેન્દ્ર એવું કામા શહેર હવે કામવન તરીકે ઓળખાશે. સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણી અને આ વિસ્તારના પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત નામ મુજબ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

3. જહાજપુર હવે ‘યજ્ઞપુર’

ભીલવાડા જિલ્લાનું ઐતિહાસિક નગર જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે. માન્યતા મુજબ, આ શહેર પ્રાચીન યજ્ઞ પરંપરાઓ અને પૌરાણિક કથાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે, જેને સરકાર હવે સત્તાવાર ઓળખ આપી રહી છે.

કેમ લેવાયો આ નિર્ણય?

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે,,”સમયની સાથે ઘણા ઐતિહાસિક સ્થળોની મૂળ ઓળખ ભૂંસાઈ ગઈ હતી.આ નવા નામો માત્ર શબ્દો નથી..પરંતુ રાજસ્થાનના ભવ્ય વારસા અને લોકોની આસ્થાનું સન્માન છે.અમે અમારી સાંસ્કૃતિક અસ્મિતાને પુનઃસ્થાપિત કરવા માટે કટિબદ્ધ છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE