“30 ની ઉંમરે 50 ના દેખાવું હોય તો બદલી નાખો આ દિનચર્યા, જાણો કેવી રીતે રહેવું સદાબહાર જવાન.”

સમયની સાથે ઉંમર વધવી એ કુદરતી પ્રક્રિયા છે..જેને કોઈ રોકી શકતું નથી.પરંતુ આજકાલની ભાગદોડ ભરી જિંદગી અને ખરાબ જીવનશૈલીને કારણે ઘણા લોકો સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમને પણ લાગે છે કે તમારા ચહેરા પર કરચલીઓ, નબળાઈ કે સફેદ વાળની સમસ્યા વધી રહી છે.. તો સાવધ થઈ જવાની જરૂર છે.અહીં કેટલીક એવી આદતો વિશે જણાવ્યું છે જે તમને અકાળે વૃદ્ધ બનાવી શકે છે:

1. વધુ પડતું ગળ્યું (ખાંડ) ખાવું

જો તમે મીઠાઈ કે ખાંડના શોખીન છો, તો તે તમારા સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે નુકસાનકારક છે. વધુ પડતી ખાંડ લેવાથી:

ડાયાબિટીસ અને વજન વધવાનો ખતરો રહે છે.

– ત્વચામાં ‘ગ્લાયકેશન’ નામની પ્રક્રિયા થાય છે જે કરચલીઓ પેદા કરે છે.

– વધારે વજન તમને તમારી અસલી ઉંમર કરતા મોટા દેખાડી શકે છે.

2. ઓછું પાણી પીવાની આદત

શરીર અને ત્વચાને ચમકદાર રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે.

– પાણી ઓછું પીવાથી ડિહાઈડ્રેશન થાય છે..જેનાથી ત્વચા સૂકી (Dry) અને બેજાન થઈ જાય છે.

– નિષ્ણાતોના મતે, દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય.

3. અપૂરતી ઊંઘ લેવી

ઊંઘ દરમિયાન આપણું શરીર કોષો (Cells) અને ત્વચાનું સમારકામ (Repair) કરે છે.

– જો તમે રોજ માત્ર ૫-૬ કલાક જ ઊંઘતા હોવ, તો તમારી ત્વચા થાકેલી દેખાશે અને આંખો નીચે કુંડાળા પડી જશે.

–  પૂરતી ઊંઘ ન લેવાથી વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી બને છે.

4. ધૂમ્રપાન અને દારૂનું સેવન

વ્યસન તમારા શરીરને અંદરથી પોખલું કરી દે છે.

   –  સ્મોકિંગ અને આલ્કોહોલને કારણે ત્વચામાં રહેલું ભેજ ખતમ થઈ જાય છે.

   – તેનાથી ચહેરા પર વહેલી કરચલીઓ પડે છે અને ત્વચાનો કુદરતી નિખાર જતો રહે છે.

5. શારીરિક પ્રવૃત્તિનો અભાવ

– એક જ જગ્યાએ બેસી રહેવાની આદત શરીર માટે ઝેર સમાન છે.

– જો તમે જીમ ન જઈ શકતા હોવ, તો પણ ચાલવું, સીડી ચઢવી કે સ્ટ્રેચિંગ જેવી સામાન્ય કસરત કરવી જોઈએ.

– બેઠાડુ જીવનથી વજન વધે છે.જે અનેક બીમારીઓનું મૂળ છે.

6. જંક ફૂડનો અતિરેક

પિઝા, બર્ગર અને તળેલું ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે, પણ તે સ્વાસ્થ્ય બગાડે છે.

– જંક ફૂડથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે.

– તમારા ડાયટમાં લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ અને તાજા જ્યુસ સામેલ કરવા જોઈએ જેથી ત્વચા લાંબા સમય સુધી જવાન રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE