પવિત્ર મૃગીકુંડની મર્યાદા લોપાઈ? કીર્તિ પટેલની ડૂબકી બાદ જૂનાગઢના સંતો લાલચોળ, આક્ષેપોનો દોર શરૂ.

જૂનાગઢમાં ધાર્મિક પરંપરાગત સ્થળ મૃગીકુંડમાં વિવાદોમાં રહેલી કીર્તિ પટેલે સાધુ સંતો વચ્ચે ડૂબકી લગાવતા વિવાદ ઉભો થયો છે..આ ઘટનાને લઇ સાધુ-સંતો અને સ્થાનિક ભક્તોમાં ચર્ચા તથા અસંતોષ જોવા મળ્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઘટનાના સમયે મૃગીકુંડ ખાતે ઘણા સાધુ-સંતો ધાર્મિક વિધિ મુજબ સ્નાન કરી રહ્યા હતા. તે દરમિયાન કીર્તિ પટેલ ભગવો વસ્ત્ર ધારણ કરી કુંડમાં ઉતરી સ્નાન કરતા નજરે પડી હતી..સાધુ-સંતોની વચ્ચે સ્નાન કરવાના કારણે સ્થળ પર થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ અને ભક્તોમાં આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા કેટલાક સાધુ-સંતોએ આ બાબતે વાંધો ઉઠાવ્યો અને ધાર્મિક પરંપરાનું પાલન થવું જોઈએ તેવી માંગણી કરી. બીજી તરફ, સ્થળ પર હાજર લોકો દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવાયો હોવાની માહિતી મળી રહી છે. જે બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

હાલમાં સ્થાનિક સ્તરે ઘટનાને લઈને ચર્ચા ચાલી રહી છે અને ધાર્મિક સ્થળોની પરંપરા તથા નિયમોનું પાલન કરવું જરૂરી છે તેવી માંગ ઉઠી રહી છે. આ મુદ્દે સત્તાવાર રીતે વધુ માહિતી મેળવવા માટે સંબંધિત સંસ્થાઓ તથા જવાબદાર તંત્ર તરફથી સ્પષ્ટતા આવવાની રાહ જોવામાં આવી રહી છે.આ ઘટના અંગે પ્રાંત અધિકારીએ કહ્યું કે,,ગેરકાયદેસર કૃત્ય થયું હશે અને લાગણી દુભાઇ હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર:  ધ્રુવ ચુડાસમા, જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE