T20 વર્લ્ડ કપ 2026 ના સૌથી મોટા મેચમાં, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 61 રનથી કચડી નાખ્યું.ભારતીય ટીમના 176 રનના લક્ષ્યનો પીછો કરતા, પાકિસ્તાનની આખી ટીમ ફક્ત 114 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો નહીં, અને ટીમનો બેટિંગ ક્રમ પત્તાના ઢગલા જેવો તૂટી ગયો. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે.
ટીમ ઈન્ડિયા સુપર 8 માં પહોંચી
સતત ત્રીજી જીત સાથે, ભારતીય ટીમ સુપર 8 માં સ્થાન મેળવી લીધું છે. દરમિયાન, કોલંબોમાં હાર સાથે પાકિસ્તાનનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે.પાકિસ્તાન હવે ટેબલમાં ત્રીજા સ્થાને સરકી ગયું છે. આ ટુર્નામેન્ટની તેમની પહેલી હાર છે. સુપર 8 માં પહોંચવા માટે, પાકિસ્તાને નામિબિયા સામેની મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે.
Post Views: 0











