અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને કચરાના યોગ્ય નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા કડક નિયમોને મંજૂરી આપવામાં આવી છે.
મુખ્ય પાસાં અને દંડની જોગવાઈઓ:
-
૪ પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત: સૂકો, ભીનો, સેનિટરી અને જોખમી એમ ૪ પ્રકારનો કચરો અલગ-અલગ વર્ગીકૃત (Segregate) કરીને જ આપવો પડશે. તેમ ન કરવા બદલ રૂ. ૩,૭૫૦ સુધીનો દંડ અને ગંભીર બેદરકારીમાં ૩ ગણો દંડ વસૂલાશે.
-
બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે કડક નિયમ: દૈનિક ૧૦૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતી સોસાયટીઓ, રેસ્ટોરન્ટ, મોલ કે ઓફિસોએ ભીના કચરાનું ઓન-સાઈટ પ્રોસેસિંગ (ખાતર બનાવવું વગેરે) કરવું ફરજિયાત રહેશે.
-
પ્રોસેસિંગ ન કરનાર સોસાયટીઓને: રૂ. ૫,૦૦૦ થી ૨૦,૦૦૦ દંડ
-
વાણિજ્યિક/સરકારી/ખાનગી સંસ્થાઓને: રૂ. ૧૦,૦૦૦ થી ૧,૦૦૦,૦૦ (૧ લાખ) દંડ
-
-
જાહેર સ્થળોએ કચરો ફેંકવા પર પ્રતિબંધ: રસ્તાઓ, નદી, તળાવ, કેનાલ જેવા જાહેર સ્થળોએ અથવા ચાલુ વાહને કચરો ફેંકવા બદલ રૂ. ૧૨,૫૦૦ સુધીનો દંડ થશે.
-
જાહેર કાર્યક્રમો બાદ સફાઈ: સભા, સરઘસ કે ધાર્મિક-સામાજિક કાર્યક્રમો બાદ આયોજકો સફાઈ નહીં કરે તો રૂ. ૫,૦૦૦ નો દંડ કરાશે.
સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ અમલી બનાવાયેલા આ નિયમો સામે નાગરિકો અને વેપારીઓમાં એવો પણ સવાલ ઉઠ્યો છે કે ડોર-ટુ-ડોર કલેક્શન કે સફાઈમાં બેદરકારી દાખવતા મ્યુનિસિપલ કર્મચારીઓ કે અધિકારીઓ સામે પણ ચોક્કસ શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ.











