વર્ષ 2018માં સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા કોડીનારના વિમાનસી હત્યા કેસમાં આખરે ન્યાય થયો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને આજીવન કેદ અને તેના પિતા વિજય પુરોહિતને મદદગારીના ગુના બદલ 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગત મુજબ, વર્ષ 2018માં ધનતેરસના પવિત્ર દિવસે કોડીનાર-વેરાવળ-ઉના બાયપાસ પર આ કરુણ હત્યાકાંડ સર્જાયો હતો. મુખ્ય આરોપી કશ્યપે નિર્મમતાની હદ વટાવતા વિમાનસી પર હાઈવે પર જ છરીના 35 થી વધુ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાને પગલે તે સમયે રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
કોર્ટનો ચુકાદો અને મહત્વના અંશો:
મુખ્ય આરોપી: કશ્યપ પુરોહિતને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે.
પિતાની ભૂમિકા: આરોપીના પિતા વિજય પુરોહિતને પુત્રની મદદગારી કરવા બદલ કોર્ટે 5 વર્ષની જેલની સજા ફટકારી છે.
પુરાવાના અભાવે મુક્તિ: આ કેસમાં પોલીસે અગાઉ એક યુવતીની પણ ધરપકડ કરી હતી, પરંતુ તેની વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેને નિર્દોષ જાહેર કરી છે.
રિપોર્ટર: શબ્બીર સેલોત,કોડીનાર
Post Views: 0













