ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
ભારે વરસાદની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
13 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
અમદાવાદ શહેરમાં 13 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે ભેજવાળા પવનો રાજ્ય તરફ આવી રહ્યા છે.
વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકો અને ખેડૂતોએ સ્થાનિક હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
Post Views: 10











