ભુજ: ભુજ-માધાપર બાયપાસ રોડ પર ગણેશ કાંટા નજીક આજે એક ટ્રેલર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અચાનક ગૌવંશ રોડ પર આવી જતા ડ્રાઇવરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ટ્રેલર પરનો કાબૂ ગુમાવી બેઠો અને વાહન પલટી મારી ગયું.
ડ્રાઇવરની સમયસૂચકતા અને સાવચેતીના કારણે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. જોકે ટ્રેલરને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
Post Views: 0











