કાળીગામ યાર્ડમાં સાબરમતી એક્સપ્રેસના પેસેન્જર કોચમાં આગ: સમયસર કાબૂ, જાનહાનિ ટળી

અમદાવાદ: કાળીગામ રેલવે યાર્ડમાં જતી સાબરમતી એક્સપ્રેસના એક પેસેન્જર કોચમાં અચાનક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. આગ સમયસર કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રેલવે વિભાગે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

રેલવે અધિકારીઓ દ્વારા કોચનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આગ પાછળનું વાસ્તવિક કારણ બહાર આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE