મુન્દ્રામાં ₹2.10 લાખના હેરોઇન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો

મુન્દ્રા: પૂર્વ કચ્છ SOGએ મુન્દ્રાના પોર્ટ રોડ પર ત્રિવેણી એકાર્ડ નજીક સફળ કાર્યવાહી કરીને 10.5 ગ્રામ હેરોઇન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા હેરોઇનની કિંમત અંદાજે રૂ. 2.10 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

ઝડપાયેલા આરોપીની ઓળખ સતનામ સિંધ તરીકે થઈ છે, જે મૂળ પંજાબનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી હેરોઇનનો જથ્થો કબજે કરીને તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં આરોપી હેરોઇન ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા માટે SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE