અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક બાઈક પર પાંચ યુવકો જોખમી રીતે સવારી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર માર્ગ પર બેફામ સવારી અને સ્ટંટનો વીડિયો પોલીસના ધ્યાને આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ શરૂ કરી હતી.
વાયરલ વીડિયો આધારે બે સામે ગુનો
પોલીસે વીડિયોના આધારે યુવકોની ઓળખ કરી હતી. તપાસ બાદ 18 વર્ષીય જશવંત સોલંકી અને 21 વર્ષીય હાર્દિક વાઘેલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એક જ બાઈક પર અનેક યુવકોને બેસાડી જોખમી રીતે વાહન ચલાવવાના કૃત્યને પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
થોડા વ્યૂઝ માટે જીવ જોખમમાં મૂક્યો
સોશિયલ મીડિયામાં લાઇક્સ, વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાની લાલચમાં જાહેર રસ્તાઓ પર સ્ટંટના બનાવો વધી રહ્યા છે. આવી બેદરકારીથી માત્ર સવાર યુવકો જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા પણ જોખમાય છે.
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની કાર્યવાહી બાદ ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે જાહેર માર્ગો સ્ટંટબાજી માટે નહીં, પરંતુ સુરક્ષિત અવરજવર માટે છે.
Post Views: 45











