બાવળામાં માર્બલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય LCBએ બાવળામાં વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર રજોડા ગામની સીમમાં આવેલા હનુમાનજી માર્બલ એન્ડ આર્ટના કંપાઉન્ડમાં દરોડો પાડી માર્બલના પથ્થરોની આડમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

માર્બલની વચ્ચે છુપાવાતી હતી દારૂની પેટીઓ

પોલીસના જણાવ્યા મુજબ, રાજસ્થાનથી માર્બલના ભારે પથ્થરો સાથે દારૂની પેટીઓ છુપાવી લાવવામાં આવતી હતી. LCBને મળેલી બાતમીના આધારે કંપાઉન્ડમાં તપાસ કરતાં 259 પેટીમાંથી 5,496 બોટલ અને ટીન મળી આવ્યા હતા.

રૂ.24.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે રૂ.12.31 લાખ હોવાનું સામે આવ્યું છે. હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા આઈસર ટ્રક અને જ્યુપીટર સહિત કુલ રૂ.24.46 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

પોલીસે સ્થળ પરથી ચિંતનસિંહ રાઠોડ, રમેશચંદ્ર અને કિશન ગુર્જરની ધરપકડ કરી છે. સમગ્ર હેરાફેરી પાછળના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE