વડોદરા જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમને 7 દિવસ માટે શરતી જામીન મંજૂર કરતાં તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. જેલ બહાર મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
7 દિવસ ગાંધીનગરમાં જ રહેવાની શરત
હાઈકોર્ટે જામીન સાથે આકરી શરતો પણ મૂકી છે. ચૈતર વસાવા આ સમયગાળા દરમિયાન ગાંધીનગરની બહાર જઈ શકશે નહીં અને વિધાનસભા સત્રમાં હાજરી આપવી પડશે. જામીનનો મુખ્ય હેતુ તેમને વિધાનસભાની કામગીરીમાં ભાગ લેવાની તક આપવાનો છે.
મીડિયા સાથે વાતચીત પર પણ પ્રતિબંધ
આ સાત દિવસ દરમિયાન ચૈતર વસાવા મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં. હાઈકોર્ટની તમામ શરતોનું પાલન કરીને તેઓ વિધાનસભા સત્રમાં હાજરી આપશે. 7 દિવસની આ શરતી મુક્તિ બાદ તેમની આગળની કાનૂની સ્થિતિ પર સૌની નજર રહેશે.
Post Views: 4










