વડોદરાના આજવા રોડ નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગણેશ પંડાલમાં તોડફોડની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કેટલાક શખ્સોએ પંડાલને નુકસાન પહોંચાડ્યું હતું. સવારે પંડાલનો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળતાં ગણેશ મંડળના સભ્યોએ પોલીસને જાણ કરી હતી.
મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ કરી તોડફોડ
ઘટનાના CCTV ફૂટેજમાં ત્રણ શખ્સો મોપેડ પર પંડાલ પાસે આવતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ પંડાલમાં તોડફોડ કરતા હોવાનું કેદ થયું છે. પંડાલના કેટલાક ભાગ ઉપરાંત પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા ટેબલો પણ ઊંધા વળેલા મળી આવ્યા હતા.
પોલીસ CCTVના આધારે તપાસમાં લાગી
તોડફોડ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ આસપાસના CCTV ફૂટેજની તપાસ કરીને ત્રણેય શખ્સોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. ફરિયાદના આધારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
અગાઉ કારેલીબાગ વિસ્તારમાં પણ ગણેશ પંડાલને આગ લગાવવાની ઘટના સામે આવી હતી. હવે ફરી ગણેશ પંડાલમાં તોડફોડ થતાં પોલીસ તપાસ પર નજર છે.
Post Views: 4










