મિસાઈલ હુમલા વચ્ચે ફસાઈ અભિનેત્રી અમીષા પટેલ: દુબઈમાં લેન્ડિંગ થવાનું હતું પણ ફ્લાઈટ ડાયવર્ટ કરવી પડી

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી એક અત્યંત તણાવપૂર્ણ ઘટના શેર કરી છે…ન્યૂયોર્કથી મુંબઈની મુસાફરી કરી રહેલી અમીષા તે સમયે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી..જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) પર થયેલા તાજેતરના મિસાઈલ હુમલાને કારણે તેની ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો..અમીષાએ જણાવ્યું કે, કેવી રીતે યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેણે અને અન્ય મુસાફરોએ કલાકો સુધી અનિશ્ચિતતાના ઓછાયા હેઠળ રહેવું પડ્યું.

શું હતી સમગ્ર ઘટના?

અમીષા પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા જણાવ્યું કે, તે એમિરેટ્સ એરલાઇન્સ દ્વારા ન્યૂયોર્કથી મુંબઈ પરત ફરી રહી હતી..જ્યારે તેનું વિમાન દુબઈમાં ઉતરવાનું હતું..ત્યારે અચાનક UAE ના હવાઈ ક્ષેત્ર (Airspace) ને બંધ કરી દેવામાં આવ્યું હતું.તેનું કારણ ત્યાં થયેલા તાજા મિસાઈલ હુમલા હતા.સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક મસ્કત તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

અમીષાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચિંતા

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે:

“ન્યૂયોર્કથી મુંબઈ પરત આવતી વખતે એમિરેટ્સની ફ્લાઈટમાં જ્યારે અમે દુબઈમાં લેન્ડ કરવાના જ હતા..ત્યારે નવા મિસાઈલ હુમલાને કારણે UAE નું એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું. હવે અમારી ફ્લાઈટને મસ્કત તરફ વાળી દેવામાં આવી છે અને અમે આગળની જાણકારીની રાહ જોઈ રહ્યા છીએ. આ યુદ્ધ આખરે ક્યારે ખતમ થશે? હું પ્રાર્થના કરી રહી છું.”

એરપોર્ટ પર વિતાવ્યો લાંબો સમય

મસ્કતમાં થોડો સમય રોકાયા બાદ અમીષા આખરે દુબઈ એરપોર્ટ પહોંચી હતી, પરંતુ ત્યાં પણ તેની મુશ્કેલીઓ ઓછી થઈ નહોતી. તેણે મંગળવારે સવારે એરપોર્ટની અંદરની તસવીરો શેર કરી હતી..જેમાં તેનો થાક સ્પષ્ટ દેખાતો હતો. અમીષાએ જણાવ્યું કે ન્યૂયોર્કથી નીકળ્યાને તેને 24 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો હતો..તેમ છતાં તે મુંબઈ પહોંચવા માટે રાહ જોઈ રહી હતી. તેણે પોતાની ટીમ સાથે લાઉન્જમાં બેઠેલી તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, એરપોર્ટ પર વિતાવેલો આ સમય અંતહીન લાગી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE