ફેફસાંને હેલ્ધી અને મજબૂત રાખવા માંગો છો, તો આજે જ ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ

ફેફસાં (Lungs) આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. ફેફસાં દ્વારા ફિલ્ટર થયા પછી જ ઓક્સિજન આપણા આખા શરીરમાં પહોંચે છે. આવી સ્થિતિમાં, ફેફસાંની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે.. વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાનની ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડે છે..આ કારણોસર શ્વાસને લગતી બીમારીઓ જેવી કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, ટીબી અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

ફેફસાંને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે, તમે દરરોજ કસરત કરો અને હેલ્ધી ડાયટ લો. યોગ્ય આહારની મદદથી તમે લાંબા સમય સુધી તમારા ફેફસાંને સ્વસ્થ રાખી શકો છો. ભારતની વાત કરીએ તો, અહીં વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાનના વધતા કેસોને કારણે ફેફસાં સંબંધિત સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે. જો તમે તમારા ફેફસાંને મજબૂત રાખવા માંગતા હોવ, તો આહારમાં આ વસ્તુઓ સામેલ કરો:

  • અખરોટ: ‘અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશન’માં પ્રકાશિત જર્નલ મુજબ, અખરોટમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.રોજિંદા આહારમાં એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી ફેફસાંની સમસ્યામાં રાહત મળે છે. તે અસ્થમામાં પણ ફાયદાકારક છે.

  • ફેટી ફિશ: જે માછલીઓમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે.. તેનું સેવન ફેફસાં માટે ગુણકારી છે.તેમાં પૂરતા પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.

  • બેરીઝ: કોઈપણ પ્રકારની બેરીઝ (જેમ કે સ્ટ્રોબેરી, બ્લુબેરી) ખાવાથી ફેફસાં સ્વસ્થ રહે છે…બેરીઝમાં વિટામિન C જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે.. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે.

  • બ્રોકોલી: એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર બ્રોકોલી ફેફસાંના સ્વાસ્થ્ય માટે કારગર છે. તે ફેફસાં ઉપરાંત શરીરના સ્ટેમિના માટે પણ સારી માનવામાં આવે છે.

  • આદુ: આદુમાં માત્ર એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો જ નથી હોતા, પરંતુ તે ફેફસાંમાંથી પ્રદૂષણના કણોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આદુના સેવનથી શ્વાસનળી ખુલે છે અને ઓક્સિજનનું પરિભ્રમણ સુધરે છે.

  • સફરજન: હેલ્ધી ફેફસાં માટે રોજ એક સફરજન ખાવું ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન્સ ફેફસાંને સ્વસ્થ રાખે છે. સંશોધન મુજબ, વિટામિન-E, C, બીટા કેરોટીન અને ખાટાં ફળો ફેફસાં માટે ખૂબ સારા છે.

  • અળસીના બીજ: એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે અળસીના બીજ ખાવાથી ફેફસાંને નુકસાન થતું અટકાવી શકાય છે.. અને જો નુકસાન થયું હોય તો તેને સુધારવામાં પણ આ બીજ મદદરૂપ થાય છે.

  • નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે..તે કોઈપણ પ્રકારે તબીબી સલાહ કે સારવારનો વિકલ્પ નથી. કોઈપણ નવી ડાયટ શરૂ કરતા પહેલા અથવા સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાના કિસ્સામાં હંમેશા તમારા ડોક્ટર અથવા નિષ્ણાત ડાયેટિશિયનની સલાહ લેવી અનિવાર્ય છે.

Leave a Comment

READ MORE

READ MORE