કેરળના અંગમાલી અને ઇરિંજાલાકુડામાં શુક્રવારે મંદિર ઉત્સવ દરમિયાન હાથીઓ બેકાબૂ થવાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે.જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે..આ ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
અંગમાલીમાં હાથીએ ટ્રક ડ્રાઈવરનો જીવ લીધો
અંગમાલીના કિડંગૂર મહાવિષ્ણુ મંદિર પાસે એક હાથી અચાનક બેકાબૂ થઈ ગયો હતો..આ હાથીની ઓળખ ‘મય્યાનાડ પાર્થસારથી‘ તરીકે થઈ છે. જેને ઉત્સવ માટે લાવવામાં આવ્યો હતો…માહિતી મુજબ, ઉત્સવની વચ્ચે હાથીને મંદિર પરિસર પાસે બાંધવામાં આવ્યો હતો.ત્યારે તે અચાનક હિંસક બન્યો હતો..આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા.
કોલ્લમના રહેવાસી વિષ્ણુ, જે હાથીને લાવનાર ટ્રકનો ડ્રાઈવર હતો. તેનું આ ઘટનામાં મોત નીપજ્યું છે. તે હાથીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે હાથીએ તેને કચડી નાખ્યો હતો.અન્ય એક માવત પ્રદીપ ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બેકાબૂ હાથીએ પાર્ક કરેલી કાર અને ટુ-વ્હીલર સહિતના વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
વન વિભાગની કલાકોની જહેમત
વિસ્તાર ગીચ હોવાથી વન વિભાગ અને એલિફન્ટ સ્ક્વોડ તાત્કાલિક કાર્યરત થયા હતા. લગભગ બે કલાકની જહેમત બાદ પશુચિકિત્સકે હાથીને બેહોશીનું ઈન્જેક્શન આપ્યું હતું. શરૂઆતમાં હાથી વધુ ઉગ્ર બન્યો હતો.પરંતુ બાદમાં તે શાંત થતા તેને સાંકળો વડે બાંધી દેવાયો હતો.એલિફન્ટ ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, આ હાથી અગાઉ ત્રિશૂર પૂરમ જેવા મોટા ઉત્સવોમાં ભાગ લઈ ચૂક્યો છે અને સામાન્ય રીતે તે શાંત સ્વભાવનો ગણાય છે.
ઇરિંજાલાકુડામાં બીજી ઘટના
બીજી તરફ, ઇરિંજાલાકુડાના શ્રી કૂડલમણિક્યમ મંદિરમાં પણ એક હાથીએ હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ હાથી એક દિવસ પહેલા જ હિંસક બન્યો હોવાથી તેને બાંધી રાખવામાં આવ્યો હતો. શુક્રવારે જ્યારે માવત તેને ખોરાક આપવા ગયા ત્યારે હાથીએ હુમલો કર્યો હતો.
-
નુકસાન: આ હુમલામાં મદદનીશ માવતનું મોત થયું છે.જ્યારે મુખ્ય માવત ઘાયલ થયા છે.
-
તપાસ: પોલીસ આ મામલે નિવેદનો નોંધી રહી છે અને મંદિર વ્યવસ્થાપન (દેવસ્વમ) તરફથી કોઈ બેદરકારી દાખવવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
Post Views: 55











