રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત: વિવાદિત નિવેદન મામલે FIRની માંગ કરતી અરજી ફગાવી

અલ્હાબાદ હાઈકોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને એક કથિત વિવાદિત નિવેદન મામલે મોટી રાહત આપતા તેમની વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે..જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણની સિંગલ બેંચે અરજીકર્તા સિમરન ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરતા આ મહત્વનો આદેશ આપ્યો હતો.અગાઉ સંભલની એક સ્થાનિક અદાલતે પણ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગણીને ફગાવી દીધી હતી..જેને અરજીકર્તાએ હાઈકોર્ટમાં પડકારી હતી..હાઈકોર્ટે ગત 8 એપ્રિલના રોજ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો..જે આજે જાહેર કરવામાં આવ્યો છે.

આ સમગ્ર વિવાદ જાન્યુઆરી 2025માં રાહુલ ગાંધી દ્વારા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપવામાં આવેલા એક નિવેદન પર આધારિત છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ ભાજપ, આરએસએસ અને ભારત સરકાર સામે લડાઈ લડી રહ્યા છે.અરજીકર્તાએ આ નિવેદનને દેશદ્રોહ સમાન ગણાવ્યું હતું અને દલીલ કરી હતી કે, તેનાથી દેશભરમાં લોકોની લાગણી દુભાઈ છે અને આ ટિપ્પણી દેશને અસ્થિર કરવાના ઈરાદે કરવામાં આવી હતી.જોકે,હાઈકોર્ટે આ દલીલોને ગ્રાહ્ય ન રાખતા નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો છે અને રાહુલ ગાંધીને આ કાયદાકીય ગૂંચવણમાંથી મુક્તિ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE